દૈવનાયગી
રાજ્ય : પુડુચેરી
જિલ્લો : પોંડિચેરી
બ્લોક : વિલિયાનુર
ગામ : પિલ્લયારકુપ્પમ
સ્વ-સહાય જૂથ : અમૂધા માલા સ્વ-સહાય જૂથ
આજીવિકા પ્રવૃત્તિઓ : ડેરી અને પશુધનમાં કૃત્રિમ બીજદાનની પ્રવૃત્તિઓ
લખપતિ દીદી યાત્રા
શ્રીમતી દેયવનાયગી એક મહત્વાકાંક્ષી, ઉત્સાહી અને પ્રગતિશીલ મહિલા ખેડૂત છે જે અન્ય પર નિર્ભર રહ્યા વગર જીવવા માંગે છે. તેઓ પશુપાલક હતા અને 'અમૂધા માલા' સ્વ-સહાય જૂથમાં જોડાયા. તેમને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) અને બેંક લિંકેજ દ્વારા ૭૫,૦૦૦ રૂપિયાની લોન મળી, જેમાંથી તેમણે બે દુઝણી ગાયો ખરીદી. NRLM યોજના હેઠળ, તેમણે વેટરનરી કોલેજમાં ૧૨ દિવસની 'કૃત્રિમ બીજદાન' ટેકનિકની તાલીમ લીધી, જે તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તેમણે તાલીમ બાદ પોતાના ગામમાં માસ્ટર ટ્રેનર (ToT) તરીકે કામ શરૂ કર્યું. હવે તેઓ અઠવાડિયામાં ૮-૧૦ ગાયોનું કૃત્રિમ બીજદાન કરીને મહિને ૮,૦૦० રૂપિયા કમાય છે, જ્યારે ડેરી વ્યવસાયમાંથી મહિને ૨૦,૦૦૦ રૂપિયાની આવક મેળવે છે. આ કમાણીમાંથી તેમણે પોતાનું કૃત્રિમ બીજદાન યુનિટ સ્થાપ્યું છે. તેઓ ગામના PLF લીડર છે અને ગયા વર્ષે તેમને પતિ સાથે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં જવાની તક મળી હતી.