રાધા સિસોદિયા
રાજ્ય : મધ્યપ્રદેશ
જિલ્લો : ઉજ્જૈન
સ્વ-સહાય જૂથ : અમન સ્વ સહાય જૂથ
આજીવિકા પ્રવૃત્તિ : ડ્રોન દીદી
લખપતિ દીદીની યાત્રા :
રાધા સિસોદિયાની આજીવિકાની પ્રવૃત્તિઓમાં પ્રાકૃતિક ખેતી માટે જૈવિક ખાતરો અને વર્મીકમ્પોસ્ટ તૈયાર કરવાનો સમાવેશ થાય છે અને તેઓ 'કૃષિ સખી' અને 'માસ્ટર ટ્રેનર' તરીકે અન્ય મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપે છે. તેમણે RSETI અને DST પાસેથી તાલીમ મેળવી હતી, ત્યારબાદ તેમણે મધ્ય પ્રદેશ અને તેની બહારના સેંકડો અન્ય સ્વયં સહાય જૂથના સભ્યોને તાલીમ આપી છે. તેઓ ગાયના છાણમાંથી બનેલી બનાવટો પણ તૈયાર કરે છે અને બજારમાં વેચે છે.
અને સૌથી ઉપર, તેઓ એક 'ડ્રોન દીદી' છે, જેમને 'નમો ડ્રોન દીદી' યોજના હેઠળ ડ્રોન મળ્યું છે. આજ સુધીમાં, તેમણે તેમના ડ્રોનથી ૫૦ એકર જમીનમાં છંટકાવ કર્યો છે અને ખેડૂતો પાસેથી એકર દીઠ રૂ. ૨૦૦ ચાર્જ કરે છે. તેણીએ અત્યાર સુધીમાં તેના ડ્રોન દ્વારા ૨૦,૦૦૦ની આવક મેળવી છે, જેમાંથી તેનો નફો રૂ. ૧૮,૦૦૦ છે.