મુખ્ય સામગ્રી પર જાઓ |
સહયોગી સંસ્થાઓ પર પાછા જાઓ

શ્રેણી : ખેતર / ફાર્મ

ભાગીદારીનો વ્યાપ: બંને ભાગીદારોએ ભારતના 12 રાજ્યોના 100 જિલ્લાઓમાં વિકાસ ઉદ્યોગસાહસિકોનું મોડેલ બનાવવા અને પચાસ લાખ (પાંચ મિલિયન) ગરીબ પરિવારોને પ્રભાવિત કરવા માટે 29મી ઓગસ્ટ 2023 ના રોજ એકસાથે આવવાનો નિર્ણય લીધો છે।
1) DAY-NRLM વિકાસ ઉદ્યોગસાહસિકોને મુદ્રા લોન મેળવવામાં સમર્થન આપી શકે છે. વિકાસ ઉદ્યોગસાહસિકોના કૌશલ્ય વિકાસ/ક્ષમતા નિર્માણ માટે અભિસરણ (convergence) મેળવવામાં મદદ કરવી. ઉદ્યોગમાંથી નિષ્ણાતો અને માર્ગદર્શકોની ભાગીદારી વધારવી।
2) સઘન અભ્યાસ કરવો, અને વિવિધ ચીજવસ્તુઓની હાલની મૂલ્ય-શૃંખલાઓ (value-chains) સાથે કામ કરતા વિકાસ ઉદ્યોગસાહસિકો માટે વ્યાપ (scope) વિકસાવવો।
3) DAY-NRLM દ્વારા સમર્થિત વર્તમાન કાર્યક્રમોમાંથી વધારે સફળતાની સંભાવના ધરાવતી મૂલ્ય શૃંખલા (ખેતી, બિન-ખેતી, પશુધન) ની પસંદગી કરવી અને તેમનો તથા તેમની બજાર-આધારિત હસ્તક્ષેપોનો વધુ વિકાસ કરવો।
4) ગ્રામીણ સમુદાયોમાં તેમની ભાગીદારી માટે વધુ ઉત્સાહ અને રસ જગાડવા માટે રાજ્યોમાં વિવિધ સ્તરે કાર્યક્રમને પ્રોત્સાહન આપવું અને વિવિધ શુભારંભ બેઠકો (kick-off meetings) અને પ્રચાર કાર્યક્રમોનું આયોજન કરવું।

frame