ઇન્ટેલેકૅપ એડવાઇઝરી સર્વિસીસ પ્રા. લિ.
શ્રેણી : ખેતર / ફાર્મ
ભાગીદાર: 4 સપ્ટેમ્બર 2023 થી
ભાગીદારીનો વ્યાપ: ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ઇન્ટેલકૅપ ઍડ્વાઇઝરી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (Intellecap Advisory Services Pvt. Ltd) રાજ્યોમાં વંચિત વર્ગોને લાભ આપી શકે તેવા વ્યવસાયો ઊભા કરવા માટે ટેકનિકલ સપોર્ટ એજન્સી (Technical Support Agency) તરીકે કામ કરવા માટે જોડાયા છે. સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં આ શામેલ હશે:
- કુશળતા અને જ્ઞાનનું નિર્માણ: ઉત્પાદન ઇકોસિસ્ટમ (production ecosystems) અને બજારનું સ્વરૂપ (market landscape) સમજવા માટે ડેટા આધારિત વિશ્લેષણ, પ્રોગ્રામની રચના કરવી, સંબંધિત ભાગીદારી (relevant partnerships) અને મૂલ્ય-વર્ધન ક્ષમતાઓ (value-addition capabilities) વિકસાવવી.
- મૂડી (Capital) ની પહોંચ સુલભ બનાવવી: ઉદ્યોગો માટે દેવું (debt), ઇક્વિટી (equity) અને ગ્રાન્ટ (grants) જેવા યોગ્ય મૂડી સાધનો, જાહેર અને ખાનગી ધિરાણને સરળ બનાવવા માટે નાણાકીય માળખાં (financial structures) વિકસાવવા; કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્ર માટે ધિરાણની પહોંચને (access to credit) પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી બનાવવી.
- વધારો અને સ્થિરીકરણ (Scaling up and Stabilization): કૃષિ (Farm) અને બિન-કૃષિ (Non-Farm) સાહસોને સમૂહીકરણ (collectivization), ધિરાણની સુધારેલી પહોંચ, મૂલ્યવર્ધન માટે બહેતર બજાર જોડાણ, અને ઉત્પાદક, ટકાઉ તથા સ્થિતિસ્થાપક (productive, sustainable and resilient) મૂલ્ય શૃંખલાઓ માટે યોગ્ય તકનીકને પ્રોત્સાહન અને અપનાવવા પર સમર્થન પૂરું પાડવું.
ભાગીદાર વેબસાઇટ: https://www.intellecap.com/