રિલાયન્સ રિટેલ લિમિટેડ (જીઓ માર્ટ)
શ્રેણી : બિન-ખેતી
ભાગીદારીનો વ્યાપ: ગ્રામીણ વિકાસ મંત્રાલયે સ્થાનિક સમુદાયો, કારીગરો, વણકરો અને સહકારી મંડળીઓને તેમના ઉત્પાદનો વેચવા માટે માર્કેટપ્લેસનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે રિલાયન્સ રિટેલ લિ. (Reliance Retail Ltd) ("જીઓ માર્ટ" - Jio Mart) સાથે 22મી ડિસેમ્બર 2023ના રોજ સહયોગ કર્યો છે.
1) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (National Rural Livelihood Mission) ના સ્વ-સહાય જૂથના સભ્યોને જીઓ માર્ટ (JioMart) પર વિક્રેતા તરીકે સામેલ (onboarding) કરીને તેમને બજારની પહોંચ (market access) પૂરી પાડવી.
2) તે સ્વ-સહાય જૂથ (Self Help Group) અને તેમના મહાસંઘો (federations) દ્વારા દેશના અનેક કારીગરોને (artisans) તેમના ઉત્પાદનો જીઓ માર્ટ (Jio Mart) પર સૂચિબદ્ધ (list) કરવા માટે પણ સમર્થન આપે છે.
3) પ્રોજેક્ટ મોનિટર ગ્રુપ (Project Monitor Group) જીઓ માર્ટ પ્લેટફોર્મ (Jio Mart Platform) પર વિક્રેતાનું જોડાણ (seller onboarding), સમયસર ડિલિવરી (timely delivery), સમયસર ચુકવણી (timely payment) અને સંચાલન સહાયતા (operational support) નું નિરીક્ષણ કરશે.
4) જાહેર સંદેશાવ્યવહારમાં (public communication) તેઓ એકબીજાના યોગદાનને (contribution) પરસ્પર (mutually) સ્વીકારે છે.